VIDEO: નસવાડીના કાંધા ગામે આંગણવાડીના મકાન ના અભાવે પતરા નીચે વિદ્યાર્થીઓને ભણાવવા પડે તેવી નોબત
VIDEO: ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળ્યાને 78 વર્ષ થઈ ગયા છે. છતાં હજી અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ અને શાળાના ઠેકાણા નથી. આનાથી તંત્ર અને સરકાર સામે મોટો પ્રશ્નાર્થ મૂકાઈ જાય છે. છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકાના કાંધા ગામે આંગણવાડીનું મકાન નહીં હોવાથી પતરાનાં સેડ નીચે મમતા દિવસ ઉજવવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનાં મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ આંગણવાડીનાં મકાનનું કામ સમયસર પૂર્ણ નહીં થાવના કારણે બાળકોને ખાનગી મકાનમાં બેસાડી અભ્યાસ કરાવો પડે છે પણ મમતા દિવસની ઉજવણી કરવામાં પણ તકલીફ પડે છે.
નસવાડી તાલુકાના કાંધા ગામની આંગણવાડીનું પોતાનું મકાન નહીં હોવાના કારણે એક ખાનગી તાટ પત્રી ઓઢાડેલ કાચા ઝુંપડા માં ચાલી રહી છે, અને દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવા એક પતરાનાં શેડની નીચે આરોગ્ય કર્મચારી બેસી ને બાળકો, સગર્ભા, અને ધાત્રી બેહનો આરોગ્યની ચકાસણી કરાવી રહી છે. કાંધા ગામના લોકોને માંગ કરી રહ્યા છે કે, આંગણવાડીનાં મકાનનું અધૂરું કામ જલ્દી પૂર્ણ કરવામાં આવે તો બાળકો ને અને આરોગ્ય કર્મચારીઓ આંગણવાડીનાં મકાન માં બેસી શકે..

