Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: 'Nal se Jal' scheme not working in Naswadi, villagers angry due to shortage of clean drinking water

VIDEO: નસવાડીમાં કામે ના લાગી 'નલ સે જલ' યોજના, શુદ્ધ પીવાના પાણીની તંગીને કારણે ગ્રામજનોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટા-ઉદેપુરના નસવાડી તાલુકાના ખાપરીયા ગામના નાયક ફળિયા અને ડામરિયા ફળિયામાં શુદ્ધ પીવાના પાણીની તંગીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. 700 જેટલી વસ્તી ધરાવતા બંને ફળિયામાં નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન અને નળ બેસાડવામાં આવ્યા હોવા છતાં પાણી મળતું નથી.

App Store

ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરીને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તેવી માંગ કરી છે. ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને સ્વાગત ઓનલાઈન પર ફરિયાદ કરી હતી છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. આદિવાસી વિસ્તારમાં સરકાર દર વર્ષે બે કરોડ રૂપિયા ખર્ચે છે, તેમ છતાં મહિલાઓને દૂરથી પાણી ભરવા જવું પડે છે.