VIDEO: છોટાઉદેપુર / ઝોઝ-કેવડી રોડ પર આવેલા વસવા-સુકેત બ્રિજ જર્જરિત થતા ભારે વાહનો માટે બંધ કરાયા
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાને પંચમહાલ અને દાહોદ સાથે જોડતા સ્ટેટ આર એન્ડ બી વિભાગના ઝોઝ-કેવડી રોડ પર આવેલા વસવા અને સુકેત બ્રિજ જર્જરિત થતા ૧૬ એપ્રિલ ૨૦૨૬થી ભારે વાહનો માટે બંધ કરાયા છે. તંત્ર દ્વારા ૩૦ કિલોમીટર લાંબો ફેરો આપતા વાહનચાલકો આર્થિક બોજ અને સમયના વ્યયથી પરેશાન છે. સ્થાનિકોની માંગ છે કે નદીમાં હંગામી ડાઈવર્ઝન આપી રાહત અપાય, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ખખડધજ બ્રિજો અને રસ્તાઓની સમસ્યા યથાવત રહેતા આક્રોશનો પડઘો ચૂંટણીઓમાં પણ દેખાયો હતો. હાલ ૧૦ ટનથી વધુ વજનના વાહનો પર પ્રતિબંધ હોવાથી ટ્રાન્સપોર્ટરો મુશ્કેલી વેઠી રહ્યા છે.

