Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Road work begins without removing the troublesome electric poles

VIDEO: છોટાઉદેપુરના ક્વાંટમાં નડતરરૂપ વીજપોલ હટાવ્યા વગર જ રોડની કામગીરી શરૂ, લોકોમાં રોષની લાગણી

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરના ક્વાંટમાં 4 કરોડના ખર્ચે બની રહેલા એક કિલોમીટર લાંબા માર્ગની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગે રસ્તો પહોળો કરી મેટલિંગ કામ તો કરી દીધું, પરંતુ માર્ગ વચ્ચે નડતરરૂપ વીજપોલ હટાવવાની તસ્દી લીધી નથી.

App Store

વીજ કંપની અને આર એન્ડ બી વિભાગ વચ્ચેના સંકલનના અભાવે એસ્ટિમેટ અટવાયેલું છે, જેના કારણે કામ અધવચ્ચે લટકી પડ્યું છે. ચોમાસું નજીક હોવા છતાં રસ્તો ખોદી નાખવામાં આવતા 100થી વધુ ગામના લોકો અને સ્થાનિક વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અધિકારીઓની વહીવટી કુશળતાના અભાવે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે વીજપોલ હટાવી કામ પૂર્ણ કરવા માંગ ઉઠી છે.