Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video: MLA announces candidate's name on public platform before state assembly, stir in Udaipur BJP

Video: પ્રદેશ મોવડીમંડળ પહેલાં જ MLAએ જાહેર મંચ પર કરી ઉમેદવારના નામની જાહેરાત, Chhota Udaipur ભાજપમાં હડકંપ 

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કૂકાવટી ગામે એક રાજકીય ઘટનાક્રમથી ભાજપમાં હડકંપ મચી ગયો છે. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ જાહેર મંચ પરથી આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કરી દેતાં વિવાદ સર્જાયો છે.

App Store

ઘટના એવી છે કે, ધારાસભ્ય અભેસિંહ તડવીએ એક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની ચૂંટણીના હારેલા ઉમેદવારને સ્ટેજ પર ઊભા કરીને જાહેરમાં કહ્યું કે, "ગત ચૂંટણીમાં તેઓ 345 મતે હાર્યા હતા, આ વખતે આ કસર પૂરી કરવાની છે."

પ્રદેશ મોવડીમંડળની ગાઇડલાઇનના લીરેલીરા

આ પ્રકારની જાહેરાતથી ભાજપમાં નારાજગી વ્યાપી છે, કારણ કે પ્રદેશનું મોવડીમંડળ હજુ સુધી જિલ્લા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોના નામની કોઈ અધિકૃત જાહેરાત કરી નથી. ધારાસભ્યના આ વલણથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ઈચ્છતા અન્ય દાવેદાર ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પરંતુ સંખેડાના ધારાસભ્ય દ્વારા પ્રદેશની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ધારાસભ્યની આ ઉતાવળભરી જાહેરાતથી પાર્ટીની આંતરિક શિસ્ત અને પસંદગી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે.