Chhota udaipur news: બે શિક્ષકોનાં વિવાદને લઈ વિદ્યાર્થીઓના ધરણાં, એકની તબિયત લથડતા સારવાર હેઠળ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના માંકણી ખાતે બે શિક્ષકો વચ્ચે વિવાદને લઈ બાળકો શાળાના કેમ્પસમાં બે કલાક સુધી ધરણા ઉપર બેસતા એક વિધાર્થીનીની હાલત લથડતા તેને સારવાર માટે સરકારી દવાખાનામાં લઈ જવામાં આવી હતી.
ઇન્ચાર્જ આચાર્યના સમર્થનમાં બાળકો ધરણા પર બેસ્યા
બોડેલી તાલુકાના માંકણી ખાતે વિદ્યામંદિર આવેલ છે, જેમાં અગાઉના આચાર્યને પ્રિન્સીપાલનો ચાર્જ આપતા ઇન્ચાર્જ આચાર્યના સમર્થનમાં બાળકો શાળાના કેમ્પસમાં ધરણા ઉપર બેસ્યા હતા. બે કલાક સુધી તાપમાં બેસતાં એક વિધાર્થીનીની તબિયત લથડતા તેને બોડેલી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યારે હાલના ઇન્ચાર્જ આચાર્ય સંજય પટેલના સમર્થનમાં બાળકો આવ્યા છે. સંસ્થાના સંચાલકો વચ્ચે પણ હાલ મતભેદ ચાલી રહ્યા છે.
જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની બેદરકારી
ઇન્ચાર્જ આચાર્યના જણાવ્યા મુજબ હાલ જે વૈશાલીબેન છે તેમને ચાર્જ આપવાની વાત કરવામાં આવે છે. તેમને અગાઉ સંસ્થાએ ઠરાવ કરીને હટાવ્યા હતા અને હાલ કોઈ ઠરાવ થયેલો નથી. શાળાના કેમ્પસમાં શિક્ષકો વચ્ચે મતભેદને લઈ બાળકો મેદાનમાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ ધરણા પણ કર્યા હતા. આ મામલે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની બેદરકારી પણ સામે આવી છે.

