Video: ખરાબ રોડ રસ્તાને કારણે લોકો જીવ ગુમાવે તે પહેલા રિપેર કરો- ભાજપ નેતાની કલેક્ટરને રજૂઆત
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત રસ્તાઓ અને બ્રિજોને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે ભાજપ નેતા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, છોટાઉદેપુરથી કવાંટ, દેવગઢ બારીયા, શિહોદ જતા રસ્તાઓ તથા રાઠ વિસ્તારના માર્ગો અત્યંત બીસ્મારમાં છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. આ ખરાબ રસ્તાઓને કારણે તાજેતરમાં બે યુવાનોના અકસ્માતમાં મોત થયાં છે.
સંગ્રામસિંહ રાઠવાએ કહ્યું, "લોકોના જીવનને બચાવવા માટે તાત્કાલિક કામગીરી જરૂરી છે, નહીં તો વધુ અકસ્માતો થશે." તેમણે પાવી-જેતપુર અને બોડેલીમાં વેપાર, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રો પણ ખરાબ રસ્તાઓને કારણે અસર થઈ રહી છે. હજુ ખરાબ રોડ રસ્તાના કારણે લોકોના મૃત્યુ થશે તેની તંત્ર રાહ જોવે છે.

