VIDEO: સુવાલ કોતર બ્રિજ પર ત્રિપલ અકસ્માત
સોર્સ : gstv
છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઇવે-56 પર સુવાલ કોતર બ્રિજ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ તરફથી આવતી ટ્રક અને છોટાઉદેપુર તરફ જતી આઇસર ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં વચ્ચે આવેલી કારનો કૂચડો વળી ગયો હતો. અકસ્માતમાં કારના ભુક્કા બોલી ગયા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. અકસ્માત બાદ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને રંગપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાહનો હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. રંગપુર પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

