Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Triangular fight between BJP, Congress and AAP in Chhota Udepur Municipal Ward No. 4 bye-election

VIDEO: છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર-૪ ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૪ ની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ જામ્યો છે. મેદાનમાં રહેલા ત્રણ ઉમેદવારોમાંથી બે ઉમેદવાર વ્યવસાયે ડોક્ટર હોવાથી આ મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે. સવારથી જ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૨૧ ટકા જેટલું ઉત્સાહજનક મતદાન નોંધાયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલા આ મતદાનમાં દિવસ વધવાની સાથે ટકાવારી વધવાની શક્યતા છે. હવે આ ત્રિપાંખીયા જંગમાં મતદારો કોના પક્ષમાં ચુકાદો આપે છે તેના પર સૌની નજર ટકેલી છે.

App Store