Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Allegation of rampant sand mining near a bridge near Jetpur-Pavi in Chhota Udaipur, questions raised against the system as the video went viral

VIDEO: છોટાઉદેપુરના જેતપુર-પાવી નજીક પુલ પાસે બેફામ રેતી ખનનનો આક્ષેપ, વીડિયો વાયરલ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલો

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર ના જેતપુર-પાવી નજીક આવેલ નદી પરના પુલ પાસે બેફામ રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એક જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરીને દાવો કર્યો છે કે પુલથી માત્ર ૨૦૦ મીટરના અંતરે નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીને એકસાથે ૬ જેટલા હિટાચી મશીનો વડે રેતી ઉલેચવામાં આવી રહી છે. નદીમાં મોટા ખાડા પડી જવાથી પુલના પાયાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી પુલની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભૂતકાળમાં ભારજ નદી પરનો પુલ તૂટ્યા બાદ સર્જાયેલી ભારે હાલાકી લોકો હજુ ભૂલ્યા નથી. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newspavi jetpur