VIDEO: છોટાઉદેપુર તાલુકા પંચાયતનું નવું આધુનિક ભવનનું લોકાર્પણ કરાયું
સોર્સ : gstv
છોટાઉદેપુર તાલુકા પંચાયતને હવે આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ભવન મળ્યું છે....2 કરોડ 99 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત આ ભવનનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને સાંસદ જશુ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ગુજરાત સરકારના પંચાયત વિભાગની યોજના હેઠળ બનેલા આ ભવનથી વહીવટી કામગીરી વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે. ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી યોજનાઓ, દાખલા અને માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહેશે. પ્રસંગે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવાએ પણ સંબોધન કર્યું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા સહિત અધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા.

