Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Nature flourished in Chotaudepur's Naswadi: After the rain, the hilly area became Raldiamano!

VIDEO: છોટાઉદેપુરના નસવાડીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી: વરસાદ બાદ ડુંગરાળ વિસ્તાર બન્યો રળિયામણો!

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. નસવાડીના ડુંગરાળ પંથકમાં આવેલા ખોખરા ગામે કુદરતી રીતે વહેતો મનોરમ્ય ધોધ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઉપરાંત કુકરદા, ધારસિમેલ અને ઉડેટ જેવા સરહદી ગામડાઓમાં પણ અનેક નાના-મોટા નયનરમ્ય ધોધ સક્રિય થતાં સમગ્ર ડુંગરાળ વનરાજી હરિયાળીથી લહેરાઈ ઉઠી છે. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનો આ મનોહર નજારો માણવા માટે આગામી દિવસોમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. લીલીછમ ટેકરીઓ અને ખળખળ વહેતા ધોધના કારણે નસવાડીનો આ ડુંગરાળ પટ્ટો પ્રકૃતિપ્રેમીઓ માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બની રહ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News