VIDEO: છોટાઉદેપુરના કોરાજ ગામે ૩૩ વર્ષીય ભારતીબેન રાઠવાના રહસ્યમય મોતથી ચકચાર
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ વિસ્તારમાં આવેલા કોરાજ ગામે ૩૩ વર્ષીય ભારતી રાઠવા નામના મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે હત્યાની પ્રબળ આશંકા છે .મહિલાના રહસ્યમય મોતને લઈને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. હાલ પોલીસ અધિકારીઓ દ્વારા યુવતી કે મહિલાના મોતનું અસલી કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને પુરાવા એકત્ર કરવાની તજવીજ ચાલુ છે.

