VIDEO: નસવાડીમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તિનો માહોલ
સોર્સ : gstv
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે છોટાઉદેપુરના નસવાડીમાં શિવભક્તિનો અનોખો માહોલ છવાયો હતો. મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગે રતનપુરા પાસે નર્મદા કેનાલમાંથી પવિત્ર જળ લાવી મહિલાઓએ કાવડયાત્રા યોજી હતી અને મહાદેવને જળાભિષેક કરી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. સમગ્ર નસવાડી 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

