VIDEO: નસવાડીમાં બોગસ જાતિના દાખલાનું કૌભાંડ ઝડપાયું
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી મામલતદાર કચેરીમાં બોગસ જાતિના દાખલાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મામલતદારની ખોટી સહી અને સિક્કા સાથે બનાવેલો દાખલો રજૂ કરાયો હતો. મામલતદારે રજીસ્ટર ચકાસતાં દાખલામાં દર્શાવેલો નંબર નોંધાયેલો ન હોવાનું સામે આવ્યું અને સમગ્ર દસ્તાવેજ બોગસ હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમિયાન રતનપુરાના સરફરાજ ભીલ અને જાતિનો બોગસ દાખલો રજૂ કરનાર પ્રભુ રાઠવા સામે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સરફરાજ ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાનું અને રૂપિયા 500માં બોગસ જાતિનો દાખલો બનાવી આપતા હોવાની વિગતો સામે આવી છે. હવે નસવાડી તાલુકામાં આવા કેટલા બોગસ દાખલા બનાવાયા છે તે અંગે મામલતદાર અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

