Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : 14 panchayat houses of MNREGA in Naswadi incomplete for four years, questions over expenditure of lakhs

VIDEO: નસવાડીમાં મનરેગાના 14 પંચાયત ઘરો ચાર વર્ષથી અધૂરા, લાખોના ખર્ચ સામે સવાલો

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવેલા પંચાયત ઘરોની કામગીરીને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. તાલુકામાં અંદાજે 14 જેટલા પંચાયત ઘરો છેલ્લા ચાર વર્ષથી અધૂરા હોવાનું સામે આવ્યું છે. લાખો રૂપિયાનો ખર્ચ અને મટીરિયલના બિલોની ચુકવણી બાદ પણ અનેક ઇમારતોનું કામ પૂર્ણ થયું નથી. આક્ષેપ છે કે કામ પૂર્ણ થયા વિના જ મટીરિયલના નામે બિલોની ચુકવણી કરવામાં આવી હતી. આશરે 50 લાખ રૂપિયાના ખર્ચ સામે સ્થળ પર કામગીરી અધૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 15 ઓગસ્ટથી નવી જી-રામજી યોજના શરૂ થવાની ચર્ચા વચ્ચે જૂની ફાઈલો કમ્પ્લિશન સર્ટિફિકેટના આધારે બંધ કરવાની કવાયત સામે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ ફાઈલો બંધ કરતા પહેલાં સ્થળ તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News