Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Ghodapur in Ashwin river and state highway closed due to torrential rain in Chhotaudepur's Naswadi

VIDEO: છોટાઉદેપુરના નસવાડીમાં ધોધમાર અતિભારે વરસાદથી અશ્વિન નદીમાં ઘોડાપૂર અને સ્ટેટ હાઇવે બંધ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. નસવાડીમાં માત્ર બે જ કલાકમાં 54 મીમી જેટલો ધોધમાર અને અતિભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.ભારે વરસાદના લીધે નસવાડી ટાઉનના મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દશ્યો જોવા મળ્યા છે. બીજી તરફ, અશ્વિન નદીમાં ધસમધતો પ્રવાહ આવવાથી ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી ભયજનક સપાટી વટાવતા આસપાસના ગ્રામજનોમાં ડાપો ફેલાયો છે અને સુરક્ષાના ભાગરૂપે તેઓ પોતાની દુકાનો તેમજ સામાન ખાલી કરવા લાગ્યા છે. આ ભારે જળબંબાકારના કારણે નસવાડી ટાઉનમાંથી પસાર થતો મહત્વનો સ્ટેટ હાઇવે પણ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News