Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Due to the lack of road in Naswadi, the woman who was bitten was moved three kilometers by stretcher

VIDEO: નસવાડીમાં રસ્તાના અભાવે સાપદંશ પીડિત મહિલાને સ્ટ્રેચરે ત્રણ કિલોમીટર ખસેડાઈ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંડા નોલીયાબારી ફળિયામાં કાચા રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પશુ ચરાવવા ગયેલી એક મહિલાને સાપ કરડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની જરૂર પડી હતી. પરંતુ રસ્તો ન હોવાથી વરસાદી વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ મહિલાને સ્ટ્રેચર પર ઉંચકીને અંદાજે ત્રણ કિલોમીટર સુધી જીવના જોખમે લઈ જઈ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તાને સરકારની મંજૂરી મળી ચૂકી છે, પરંતુ વહીવટી પ્રક્રિયા પૂર્ણ ન થતાં કામ શરૂ થઈ શક્યું નથી. પાકા રસ્તાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News