VIDEO: નસવાડીમાં આશા વર્કર બહેનોની પગાર માટે રજૂઆત, હેલ્થ ઓફિસરની કચેરીએ થયા આક્રમક સૂત્રોચ્ચાર
સોર્સ : gstv
નસવાડી તાલુકાની 195 જેટલી આશા વર્કર બહેનો છેલ્લા બે મહિનાથી પગાર અને ભથ્થાં ન મળતા આંદોલનના માર્ગે ઉતરી છે. તાલુકા સેવાસદન ખાતે એકત્રિત થયેલી બહેનોએ બ્લોક હેલ્થ ઓફિસરની કચેરીએ જઈ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા.
બહેનોની માંગ છે કે, સાતથી આઠ હજાર રૂપિયાનું માસિક બિલ સમયસર ચૂકવવામાં આવે. આ અંગે બ્લોક હેલ્થ ઓફિસરે ગ્રાન્ટની અછતનો લૂલો બચાવ કર્યો હતો, જ્યારે આશા વર્કરોએ જણાવ્યું હતું કે, ઓનલાઇન કામગીરીના ભારણ વચ્ચે નિયમિત પગાર ન મળવાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. અધિકારીઓ દ્વારા તેમની વેદનાની સતત અવગણના થતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

