VIDEO: નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી: પરંપરાગત વેશભૂષા અને નૃત્ય સાથે નીકળી વિશાળ રેલી
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું... કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી સમાજના આગેવાનોએ જળ, જમીન અને જંગલની વિશેષ પૂજા-અર્ચના કરી હતી....રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. ડીજેના તાલે અને પરંપરાગત સંગીતના સૂરો સાથે મહિલાઓ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દ્વારા સમાજે પોતાની સંસ્કૃતિ, પરંપરા અને લોકકલાને જીવંત રાખવાની સાથે પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર નસવાડી પંથક આદિવાસી સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયો હતો.

