VIDEO: નસવાડીની અશ્વિન નદીમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી આવ્યું ભયાનક ઘોડાપૂર
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સહિત ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અશ્વિન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસેલા વરસાદને કારણે નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો અને પાણી જોરદાર પ્રવાહ સાથે વહેતું જોવા મળ્યું. ઘોડાપૂરના દૃશ્યો જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે ઉમટી પડ્યા હતા. દરમિયાન નદીના પ્રચંડ પ્રવાહમાં પાણીનું એક ટેન્કર તણાતું જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો.

