Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Stray dog attack in Dhanpur Khos colony, 3-year-old innocent dies

Chhotaudepur News: ધનપુર ખોસ વસાહતમાં રખડતા શ્વાનનો હુમલો, 3 વર્ષના માસૂમનું મોત

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Chhotaudepur News: ધનપુર ખોસ વસાહતમાં રખડતા શ્વાનનો હુમલો, 3 વર્ષના માસૂમનું મોત
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહતમાં રખડતા શ્વાનના હુમલામાં 3 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત થયું છે. પાવી જેતપુરના રતનપુર ગામે રહેતી ઉષાબેન તેમનાં 3 વર્ષના પુત્ર વન્સ સાથે પિયરમાં આવી હતી. 

App Store

આસપાસના લોકો દોડી આવ્યા

ગઈકાલે સાંજના સમયે વન્સ ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે અચાનક એક રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકના ગળાના ભાગે દંત કાઢી તેને ખેંચી નર્મદા કેનાલ સુધી લઈ ગયો હતો.જ્યારે આસપાસના લોકો દોડી આવ્યા ત્યારે બાળક ગંભીર હાલતમાં કેનાલ પાસેથી મળ્યો હતો. 

પરિવારજનોમાં શોકનું

તાત્કાલિક સારવાર માટે પ્રયાસો થયા છતાં બાળકને બચાવી શકાયો નહિ.ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. ઘટના બાદ પરિવારજનોમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.

 

ટોપિક્સ:chhotaudepurdog bitechild death