VIDEO: Chhotaudepurના ગામોમાં નથી પહોંચ્યુ નર્મદાનું પાણી, નળ બન્યા શોભાના ગાંઠિયા સમાન
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના માંતોરા ગામના ચાર જેટલા ફળિયા 500થી વધુ લોકોની વસ્તી છે. સરકારે નર્મદાનુ ફીલ્ટર વાળું પાણી મળે તે માટે પોચંબા પાણી પુરવઠા યોજનામાં માતોરા ગામનો સમાવેશ કર્યો હતો. પાણીપુરવઠા વિભાગએ સંપ મોટર વીજલાઇટ પાણીની લાઇન કરી પરંતુ ગામમાં પાણી જ ના પહોંચ્યું. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના વોટરવર્ક્સના બોરમાં ટીડીએસ વાળું પાણી આવતું હોવાથી આરોગ્યને હાનિકારક છે. તેવું પાણી પીવા માટે અમે મજબૂર છીએ. ઉનાળાના સમય ના બોર પણ સુકાઈ જાય છે. અમે રજૂઆત કરી ને થાકી ગયા છે પાણીપુરવઠા વિભાગ ના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી સરકાર દર વર્ષે 119 ગામોને પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાકટર ને બે કરોડ રૂપિયા નુ ચૂકવણું કરે છે પરંતુ પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ બિલો બનાવી ને યોજના ચાલુ બતાવી ને ખર્ચ કરી નાખે છે નલ સે જલ યોજના માં વ્યાપક પણે ભ્રષ્ટાચાર કરીને હલકી કક્ષાની પાઇપલાઇનો અને નળ બેસાડ્યા તેમાં પાણી જ નથી આવતું. છોટાઉદેપુર જિલ્લામાં પાણીપુરવઠા વિભાગ ના અધિકારીઓ ની કામગીરી ની ચકાસણી કરવામાં આવે તો મનરેગા કરતા વધુ કૌભાંડ બહાર આવે તેમ છે

