VIDEO: સંખેડાના દાંડિયાની ધૂમ, પરંતુ ફર્નિચર ઉદ્યોગ સામે લાકડાની અછત
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં બનતા પરંપરાગત દાંડિયાની ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિદેશમાં ભારે માંગ જોવા મળી રહી છે. સંખેડામાં આશરે 400 જેટલા પરિવારો સાગના લાકડામાંથી ફર્નિચર ઉપરાંત દાંડિયા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. નવરાત્રીના તહેવાર દરમિયાન સંખેડાના દાંડિયાની માંગમાં ખાસ વધારો થાય છે. આ ઉદ્યોગમાં મહિલાઓ પણ રંગકામ સહિતની કામગીરીમાં જોડાઈને પરિવારને સહયોગ આપે છે. સંખેડાનું વિશિષ્ટ રંગકામ અહીંના ફર્નિચર અને દાંડિયાની આગવી ઓળખ છે, જેમાં વપરાતો રંગ લાંબા સમય સુધી ટકી રહે છે. જોકે, સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ વધતી મોંઘવારીના કારણે ફર્નિચર ઉદ્યોગ સામે પડકારો પણ વધી રહ્યા છે.

