Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Bismarck condition of Kaladia-Krishnapura road in Sankheda causes great resentment among the people of 10 villages

VIDEO: સંખેડાના કલેડીયા-કૃષ્ણપુરા માર્ગની બિસ્માર હાલતથી ૧૦ ગામોના લોકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

  છોટાઉદેપુરના સંખેડામાં કલેડીયાથી કૃષ્ણપુરા વસાહત અને અન્ય ૧૦ આદિવાસી ગામોને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા દસ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગની ઘોર ઉપેક્ષાને કારણે રસ્તા પર મોટા ખાડા, ખુલ્લી કપચી અને મેટલ બહાર આવી જતાં દરરોજ મુસાફરી કરવી જોખમી બની છે. વાહનોના ટાયર ફાટવા અને પંચર પડવાની ઘટનાઓથી વાહનચાલકો આર્થિક નુકસાન વેઠી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક કામકાજ માટે નિર્ભર સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. માત્ર કામચલાઉ પેચવર્ક કરવાને બદલે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી નવા મજબૂત રસ્તાના નિર્માણ માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનોની ઉગ્ર માગણી છે.

App Store