Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Shock as body of young man found in closed hotel near Nani Peepalage

VIDEO: Chhota Udaipur / નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી યુવકની લાશ મળતા ચકચાર; પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુરના નાની પીપલેજ ગામ પાસે ગઈકાલે સાંજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલી એક બંધ હાલતની હોટલમાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ છોટાઉદેપુર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. બીજી તરફ, મૃતકના પરિવારજનોએ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે મૃતકને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે અને આ કુદરતી મોત નહીં પણ હત્યા છે. પરિવારે પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અપરાધીઓને કડક સજા અપાવવામાં આવે. પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

App Store