VIDEO: નસવાડીના કંડવામાં બાઈક-રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એકનું મોત
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કંડવા ગામે બાઈક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી રિક્ષા સાથે બાઈકની ટક્કર થતાં બાઈકચાલક રણજીતભાઈ રમણભાઈ ભીલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં નસવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. રિક્ષાચાલક રાજેશભાઈ સનાભાઈ વાઘરીને 108 એમ્બ્યુલન્સ મારફતે નસવાડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતને પગલે કંડવા ગામમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો.

