VIDEO: નસવાડીના લીંડામાં સાંસદ મુકેશભાઈ રાઠવાએ શાળાની મુલાકાત લઈ બાળકોને માર્ગદર્શન આપ્યું
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ખાતે આવેલી જી.એલ.આર.એસ. અને પી.એમ. મોડલ સ્કૂલની રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે જિલ્લા રમત ગમત અધિકારી દિનેશભાઈ ભીલ અને તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન સાંસદે વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે શાળાના ભોજનખંડની ચકાસણી કરી ભોજનની ગુણવત્તા પણ ચકાસી હતી. આ ઉપરાંત રમતગમત અધિકારીએ વિદ્યાર્થીઓને રમતગમતમાં કારકિર્દી બનાવવાની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. બાદમાં સાંસદે શિક્ષકો સાથે બેઠક યોજી શાળાના શૈક્ષણિક વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

