Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Farmers devastated by flood in Choramal village of Naswadi, outrage waiting for survey

VIDEO: નસવાડીના ચોરામલ ગામે પૂરથી ખેડૂતો પાયમાલ, સર્વેની રાહ જોતા રોષ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચોરામલ ગામે પૂરનાં પાણી ફરી વળતાં ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂર ઓસર્યાને પંદર દિવસ વીતી જવા છતાં તંત્ર દ્વારા નુકસાનના સર્વે માટે કોઈ ટીમ ન મોકલાતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ખેતી પાછળ કરેલો ખર્ચ અને આવક બંને ધોવાઈ જવાથી અનેક ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ ગયા છે. રોજીરોટીના પ્રશ્ન વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા આ ખેડૂતો તાત્કાલિક ધોરણે સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.

App Store