VIDEO: નસવાડીના રાયપુરમાં તહેવારે તેલનો જથ્થો ખૂટતાં ગ્રાહકોમાં રોષ
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રાયપુર ખાતે સસ્તા અનાજની દુકાને જન્માષ્ટમી ટાણે 375 રેશનકાર્ડ ધારકો સામે માત્ર 247 કિલો તેલ મળતાં 170 જેટલા ગ્રાહકો વંચિત રહ્યા છે. ગોડાઉનમાંથી જ ઓછો જથ્થો ફાળવાયો હોવાનો સંચાલકનો દાવો છે, તો બીજી તરફ ગ્રાહકોએ માલ કાપીને કાળા બજારમાં વેચાતો હોવાનો આક્ષેપ કર્યો છે. મોંઘા ભાવે તેલ ખરીદવા મજબૂર બનેલા સ્થાનિકોએ નસવાડીની તમામ 42 દુકાનોની તટસ્થ તપાસ કરવા માંગ કરી છે.

