VIDEO: છોટાઉદેપુરના કેવડી ગામમાં ત્રણ વર્ષથી ભાડાના મકાનમાં શાળા સંચાલન
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. અહીં સરકારી પ્રાથમિક શાળા છેલ્લા ત્રણ વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે. જૂનું શાળા મકાન જર્જરિત બનતા તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ નવા મકાનનું બાંધકામ હજુ શરૂ થયું નથી. ધોરણ 1થી 5ના આશરે 52 વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. માત્ર બે શિક્ષકો દ્વારા અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. શાળામાં શૌચાલય અને રસોડાની સુવિધાનો પણ અભાવ છે. ગ્રામજનોએ તાત્કાલિક નવું મકાન બનાવવા અને બાળકોને સુવિધાસભર શિક્ષણ આપવા તંત્ર પાસે માંગ કરી છે. વર્ક ઓર્ડર બાદ પણ કામગીરી શરૂ ન થતાં અનેક સવાલો ઉઠ્યા છે.

