Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : At Modhala village of Naswadi in Chhotaudepur, the approach road to the under-construction bridge over the Ashwin river was washed away.

VIDEO: છોટાઉદેપુરના નસવાડીના મોધલા ગામે અશ્વિન નદી પર નિર્માણાધીન બ્રિજનો એપ્રોચ ધોવાઈ જતા રસ્તો બંધ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે અશ્વિન નદી પર બની રહેલા બ્રિજનો એપ્રોચ રોડ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે બે કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા આ બ્રિજનું હજુ લોકાર્પણ પણ થયું નથી, ત્યાં જ રસ્તો બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. નદીના પ્રવાહથી બ્રિજના એક છેડાનો ભાગ ધોવાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજની લંબાઈ અને કામગીરીના આયોજનમાં બેદરકારી રાખવામાં આવી છે. રસ્તો બંધ થતાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોને સામેના કિનારે જવા માટે લગભગ 10 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News