Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : road connecting Naswadi Kanwat is in a state of disrepair

VIDEO: Chhotaudepurના નસવાડી કંવાટને જોડતો રસ્તો બિસ્માર, 25થી વધુ ગામના લોકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2025
લાઇવ ટીવીGoogle News

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગઢબોરીયાદથી કાડકોચ જવાનો પાંચ કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં છે. નસવાડી તાલુકો અને કવાંટ તાલુકાને જોડતો રસ્તો હોવાથી 25 થી વધુ ગામોના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. 12 વર્ષ પહેલા આ રસ્તો બન્યો હતો. જેના કારણે આખો ડામર રસ્તો ઘસાઈ ગયો છે. તેમાંથી કપચી નીકળે છે.  બાઇક ચલાવવી મુશ્કેલ બને છે. બાઇકના ટાયરમાં કપચી વાગી જાય તો પંચર પડી જાય છે. જ્યારે બાઈક ચલાવવી પણ મુશેકલ પડે છે. આખા રસ્તામાં ખાડા છે. આ રોડ પંચાયત માર્ગ મકાન વિભાગનો છે. અધિકારીઓ જોવા પણ આવતા નથી. ગ્રામજનોએ વારંવાર રસ્તો નવો બનાવવા માટે રજૂઆત કરી છે.લોકોનો આક્ષેપ છે કે, પાંચ કિલોમીટરનું અંતર કાપતા અડધો કલાક લાગે છે.રસ્તા ઉપર 100 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બહાર જાય છે. તેઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

App Store
ટોપિક્સ:chhotaudepurnaswadiroad disrepair