VIDEO: છોટાઉદેપુરમાં GSTVના અહેવાલની ધારદાર અસર બાદ ઓરસંગ બ્રિજના ખાડાઓનું રિપેરિંગ શરૂ
સોર્સ : gstv
છોટાઉદેપુર સ્થિત NH-56 પર આવેલા ઓરસંગ બ્રિજ પર ખાડાઓના સામ્રાજ્ય અંગે GSTV દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ આખરે માર્ગ અને મકાન તંત્ર હરકતમાં આવ્યું છે. અહેવાલની સીધી અસરરૂપે તંત્ર દ્વારા બ્રિજ પરના જોખમી ખાડાઓનું તાત્કાલિક સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાત્રિના સમયે ખાડાઓને કારણે સતત અકસ્માતનો ભય રહેતો હતો, જેથી વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપેલો હતો. ૩૦ ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં તેનો કડક અમલ થતો ન હોવાથી રસ્તાઓ બગાડતા હોવાના આક્ષેપો થયા છે. હાલ તંત્ર દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરવા અને નિયમોનો કડક અમલ કરાવવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે.

