Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : In Chotaudepur Rs. Politics heated up on the 100 crore plan!

VIDEO: છોટાઉદેપુરમાં રૂ. 100 કરોડના આયોજન પર રાજકારણ ગરમાયું!

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત પેટર્ન યોજનાના રૂ. 100 કરોડના આયોજનને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના સૂચવાયેલા કામો બાકાત રખાતા સત્તાધારી ભાજપના નેતાઓએ પ્રાયોજના વહીવટદાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપી છે. આશ્ચર્યજનક રીતે, વિપક્ષી આમ આદમી પાર્ટીના ૧૩ સભ્યો પ્રાયોજના વહીવટદારના સમર્થનમાં મેદાને આવ્યા છે. 'આપ' સભ્યોની માંગ છે કે તૈયાર થયેલી બુકલેટ મુજબ જ કામો થવા દેવામાં આવે અને તેમાં કોઈ ફેરફાર ન થાય. પોતાના જ કામો સામેલ ન હોવા છતાં 'આપ' દ્વારા અધિકારીનું સમર્થન કરાતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હવે આ વિવાદ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું.

App Store