VIDEO: છોટાઉદેપુરમાં ₹100 કરોડના વિકાસ કામોની ફાળવણીને લઈને ભાજપમાં જ મોટો વિવાદ
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે મંજૂર થયેલા 100 કરોડથી વધુના કામોની ફાળવણીને લઈને વિવાદ સર્જાયો છે. સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભલામણોને અવગણી અંદાજે 80 કરોડના કામો એનજીઓ અને ખાનગી સંસ્થાઓને ફાળવાયા હોવાના આરોપો લાગ્યા છે.નિયમ મુજબ સાંસદ, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની દરખાસ્તોના આધારે કામોનું આયોજન થવાનું હોય છે. જોકે અધિકૃત આયોજન બુકલેટમાં તેમના સૂચવેલા કામો ગાયબ જોવા મળતાં ભાજપના સ્થાનિક નેતાઓમાં ભારે રોષ ફેલાયો છે. સાતેય તાલુકાના પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોએ પ્રાયોજના વહીવટદારની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. નેતાઓએ આક્ષેપ કર્યો કે જિલ્લામાં લોકશાહી નહીં પરંતુ અધિકારી રાજ ચાલી રહ્યું છે.

