VIDEO: ભારજ નદી પાસે ડાયવર્ઝનનું સમારકામ પૂર્ણ, વાહનવ્યવહાર શરૂ
સોર્સ : gstv
છોટાઉદેપુરના ડુંગરવાંટ પાસે સુખી ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદી પાસેનું ડાયવર્ઝન ધોવાઈ જતાં પાવીજેતપુર-ડુંગરવાંટ વચ્ચે વાહનવ્યવહાર બંધ થયો હતો. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આર એન્ડ બી વિભાગે તાત્કાલિક ધોરણે ડાયવર્ઝનનું સમારકામ હાથ ધર્યું હતું. સમારકામ પૂર્ણ થતાં પાવીજેતપુર-ડુંગરવાંટ વચ્ચે હળવા વાહનોની અવરજવર ફરી શરૂ કરાઈ છે. ડાયવર્ઝનનું સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ ભારદારી વાહનોને પણ પસાર થવા દેવામાં આવશે.

