VIDEO: છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં રાહત
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનું આગમન થયું છે. છોટાઉદેપુર, પાનવડ અને બોડેલી પંથક સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા દોઢ માસથી વરસાદે વિરામ લીધો હોવાથી અને અલ-નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની દહેશતથી અંતરિયાળ વિસ્તારોના ખેડૂતો ચિંતિત બન્યા હતા, કારણ કે અહીંના મોટાભાગના ખેડૂતો સંપૂર્ણપણે ચોમાસુ પાક પર જ નિર્ભર છે. આજના અણધાર્યા અને સમયસરના વરસાદથી મુમાળા પાકને નવું જીવનદાન મળવાની પ્રબળ આશા બંધાઈ છે, જેના કારણે ધરતીપુત્રો અને ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લાગણી વ્યાપી ગઈ છે.

