VIDEO: છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની ચૂંટણી મામલો હાઇકોર્ટમાં
સોર્સ : gstv
છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખની ખાલી પડેલી બેઠક પર ચૂંટણીમાં વિલંબ થતાં મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અગાઉ પ્રમુખ મંજુલાબેન કોળીનો જાતિનો દાખલો બોગસ સાબિત થતાં જિલ્લા કલેક્ટરે તેમને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા. પ્રમુખની જગ્યા ખાલી પડ્યા બાદ નિયમ મુજબ સમયમર્યાદામાં નવા પ્રમુખની વરણી કરવાની હતી, પરંતુ પ્રક્રિયામાં વિલંબ થતાં કોર્પોરેટર મીનાબેન બારિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે જિલ્લા કલેક્ટરને 22 સપ્ટેમ્બર સુધીમાં અરજદારની રજૂઆત અંગે નિર્ણય લેવા અને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા સત્તા આપી છે. 22 સપ્ટેમ્બર સુધીમાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટરને હાઇકોર્ટમાં હાજર થવું પડી શકે છે. નગરપાલિકામાં ભાજપના જૂથવાદ વચ્ચે પ્રમુખની ખુરશી માટે ચાલી રહેલી ખેંચતાણને કારણે આગામી નિર્ણય પર સૌની નજર છે.

