VIDEO: નસવાડીના કુકરદા ધોધમાં નહાવા પડેલા રાજપીપળા મેડિકલ કોલેજના રાજસ્થાની વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડીના કુકરદા ધોધમાં નહાવા પડેલા રાજપીપળા મેડિકલ કોલેજના રાજસ્થાની વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયુ છે...મેડિકલ કોલેજના છથી સાત વિદ્યાર્થીઓ ધોધનું સૌંદર્ય જોવા અને પાણીમા નહાવા માટે આવ્યા જોકે રાહુલ પુનિયા ધોધના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહમત બાદ વિદ્યાર્થીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ દુર્ગમ હોવાને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ આશરે ૨ કિલોમીટર સુધી પગપાળા ચાલીને મૃતદેહનો કબજો લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ..

