VIDEO: નસવાડીના કોયારી ગામ પાસે રસ્તા પર ભુવો પડતાં અકસ્માતનો ભારે ભય!
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કોયારી ગામ પાસે નર્મદા નિગમના રસ્તા પર ભીષણ ભુવો પડતાં વાહનચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે. વરસાદી પાણીથી નીચેની માટી ધોવાઈ જતાં કોતર પરનો સ્લેબ હાલ અધ્ધર લટકી રહ્યો છે. ખોડિયા મેઈન કેનાલને જોડતો આ માર્ગ આસપાસના ૧૦ જેટલા ગામો માટે અત્યંત મહત્વનો હોવાથી અહીં સતત વાહનોની અવરજવર રહે છે. રાત્રિના સમયે અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર જાગે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અકસ્માત સર્જાયા બાદ કામગીરી કરવાને બદલે નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે..

