Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Amtha Village of Naswadi Anganwadi in raw hut for two years, questions against development claim

VIDEO: નસવાડીના આમથા ગામે બે વર્ષથી કાચા ઝૂંપડામાં આંગણવાડી, વિકાસના દાવા સામે સવાલ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના આમથા ગામેથી વિકાસના દાવાઓ વચ્ચે ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. નાના ભૂલકાઓ માટેની આંગણવાડી છેલ્લા બે વર્ષથી પાકા મકાનના બદલે નદી કિનારે આવેલા કાચા ઝૂંપડામાં ચાલી રહી છે. જર્જરિત દિવાલો, પોપડા પડવાનો ભય અને વરસાદી ઋતુમાં ઝેરી જીવજંતુઓનો ખતરો બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભા કરે છે. આંગણવાડીમાં પૂરતી જગ્યા, રમકડાં અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ હોવાની માહિતી છે. અગાઉનું પાકું મકાન જર્જરિત થતાં બાળકોને ત્યાં બેસાડવાનું બંધ કરાયું હતું, પરંતુ વૈકલ્પિક મકાનની વ્યવસ્થા હજુ સુધી થઈ નથી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News