VIDEO: નસવાડીના જામલી ગામમાં 14 વર્ષ બાદ નવી શાળા સાકાર
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જામલી ગામમાં પ્રાથમિક શાળાનું નવું મકાન બનતા ગ્રામજનોની વર્ષો જૂની રાહ આખરે પૂર્ણ થઈ છે. વર્ષ 2012થી શાળાના મકાન માટેની ફાઈલો મંજૂરીની પ્રક્રિયામાં હતી અને લાંબા સમય બાદ વર્ષ 2026માં શાળાનું મકાન પૂર્ણ થયું છે. જામલી ગામના બાળકોને સારી અને સુરક્ષિત જગ્યાએ શિક્ષણ મળી શકે તે માટે નવી શાળાનું મકાન બનાવવામાં આવ્યું છે. આશરે 99 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ શાળાનું સ્થાનિક ગ્રામજનોની હાજરીમાં ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાળાના લોકાર્પણના પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

