VIDEO: નસવાડીના ધોડીસીમેલ ગામમાં પાણી ભરાતા ખેડૂતો પાઈમાલ
સોર્સ : gstv
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ધોડીસીમેલ ગામની આસપાસ સાત હજાર હેક્ટરમાં પાણી ભરાઈ રહેવાથી ખેડૂતોનો પાક નષ્ટ થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે વાવણી, ખાતર અને નિંદામણનો ખર્ચ પાણીમાં ગયો છે. બે વર્ષ અગાઉ મનરેગા યોજના હેઠળ પચાસ લાખના ખર્ચે બનાવેલ વરસાદી કાસમાં પાણીનો નિકાલ ન થતાં કપાસ અને મકાઈના છોડ મરી ગયા છે. નેશનલ હાઈવે ૫૬ ના રોડનું લેવલ ઊંચું કરવાથી તથા પાણીના નિકાલની જગ્યા પૂરી દેવાથી આ સમસ્યા સર્જાઈ છે.

