VIDEO: અશ્વિન નદી ઉફાણે: નસવાડીના ૩ ગામ સંપર્કવિહોણા
સોર્સ : gstv
નસવાડીમાં ભારે વરસાદને પગલે અશ્વિન નદી સતત બીજા દિવસે પણ બે કાંઠે વહેતાં સ્થિતિ ગંભીર બની છે. કૂકાવટી ગામે નિર્માણાધીન બ્રિજના પીલર સુધી પાણી પહોંચી જતાં 3 ગામોનો સંપર્ક તૂટ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતાં કાંઠાના લોકોને સાવચેત કરાયા છે. વિસ્તારમાં હજુ પણ મેઘરાજાની બેટિંગ ચાલુ જ છે.

