Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : In Kevadi village of Naswadi, the difficulties of the villagers washing the causeway increased

VIDEO: નસવાડીના કેવડી ગામે કોઝવે ધોવાતા ગ્રામજનોની મુશ્કેલીઓ વધી

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નસવાડી તાલુકાના કેવડી ગામ નજીક આવેલો કોઝવે ધોવાઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેવડી ગામને નાની ઝડુલી, મોટી ઝડુલી, કવાંટ અને છોટાઉદેપુર સાથે જોડતો આ માર્ગ ચોમાસામાં વારંવાર બંધ થઈ જાય છે. કોઝવે તૂટી જવાથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ જાય છે અને 108 એમ્બ્યુલન્સ જેવી જરૂરી સેવાઓ પણ પહોંચી શકતી નથી. ઇમરજન્સી સમયે દર્દીઓને પગપાળા કોઝવે પાર કરાવવાની ફરજ પડે છે. બાળકો પણ જોખમી રસ્તેથી શાળાએ જઈ રહ્યા છે. અનેક રજૂઆતો છતાં પુલ બનાવવામાં ન આવતા ગ્રામજનોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News