VIDEO: નસવાડીના વાડિયા ગામે પુલના અભાવે હાલાકી, ગ્રામજનોનો ચૂંટણીલક્ષી નેતાઓ સામે ભારે આક્રોશ
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડીમાં વાડિયા ગામે વર્ષોથી પુલ ન હોવાથી સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં વર્ષોથી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં અંતે કંટાળેલા અને રોષે ભરાયેલા ગ્રામજનોએ એકત્ર થઈને પુલ આપો, પુલ આપો ના નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો છે.વાડિયા ગામથી ખેતરો અને પારસી ફળિયા તરફ જતા મુખ્ય માર્ગ પર મેન નદીનું નાળું આવેલું છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે આ નાળું છલકાઈ જતાં રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે.૩૫૦ લોકોની વસ્તી અને ૭૦ જેટલા મકાનો ધરાવતા આ ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે. ચૂંટણી સમયે નેતાઓ માત્ર આશ્વાસન આપીને જતા રહે છે, પરંતુ ત્યારબાદ પુલની પ્રાથમિક માંગ સાવ ભૂલી જવાય છે.

