VIDEO: બોડેલી હાટ બજારમાં મહિલાઓ પાસેથી રૂ.50 ફી વસૂલાત સામે સવાલ
સોર્સ : gstv
બોડેલી APMCના હાટ બજારમાં નાના વેપારીઓ અને મહિલાઓ પાસેથી રૂ.50 ફી વસૂલાતના આક્ષેપો સામે આવ્યા છે. દર રવિવારે ભરાતા હાટ બજારમાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને નાના વેપારીઓ હાથ બનાવટની વસ્તુઓ વેચવા આવે છે. કેટલીક મહિલાઓ આખું અઠવાડિયું મહેનત કરીને વાંસમાંથી સુપડા, ટોપલી સહિતની વસ્તુઓ તૈયાર કરી રોજગારી મેળવે છે. જોકે, આ રીતે મહેનત કરીને રોજગારી મેળવવા આવતી મહિલાઓ પાસેથી પણ એપીએમસી દ્વારા રૂ.50ની ફી વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. એક તરફ મહિલા સશક્તિકરણ અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાની વાત થાય છે, ત્યારે બીજી તરફ તેમની પાસેતી આ રીતે પૈસાની વસૂલાત સામે સવાલો ઉઠ્યા છે.

