Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Intensive checking of food section in Bodeli

VIDEO: બોડેલીમાં ફૂડ વિભાગનું સઘન ચેકિંગ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોડેલી તાલુકામાં વડોદરા ફૂડ વિભાગની ટીમે ખાણીપીણીની લારીઓ, હોટલો અને ફરસાણની દુકાનો સહિત વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ધરી હતી. અલીપુરા ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર અને બોડેલી બજારમાં ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ભેળસેળ, સ્વચ્છતા અને હાઇજિનની તપાસ કરવામાં આવી હતી. ‘ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલ્સ’ મોબાઇલ લેબ દ્વારા ખાદ્ય પદાર્થોની પ્રાથમિક ચકાસણી સ્થળ પર જ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જરૂરી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને સંચાલકોને ફૂડ સેફ્ટી તથા સ્વચ્છતા જાળવવા સૂચના અપાઈ હતી.  

App Store