VIDEO: બોડેલીમાં રખડતા આખલાઆેનો આતંક: ૧૫ કલાકમાં ત્રણ રાહદારીઆેને અડફેટે લેતા ગંભીર ઇજા
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રખડતા આખલાનો ત્રાસ સતત વધ્યો છે. છેલ્લા ૧૫ કલાક દરમિયાન રખડતા આખલાઓએ ત્રણ રાહદારીઓને સિંગડે ભરાવીને ગંભીર ઇજાઓ પહોંચાડી છે, જેના કારણે નગરજનોમાં ભારે ભયનો માહોલ છવાયો છે....ગણપત પ્રજાપતિ, જગદીશ રાઠવા અને અમૃત બારીયા ચાર રસ્તા અને ખોડિયાર ચોક વિસ્તારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આખલાઓએ હુમલો કરી તેમને જમીન પર પછાડ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી ત્રાહિમામ પોકારેલા નગરજનોએ નગરપાલિકા તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી રખડતા ઢોરોને પકડવાની ઉગ્ર માંગ કરી છે.

